Sunday, June 20, 2010
જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;(હસાવિ દે એવિ લાઈનો)
જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
(હસાવિ દે એવિ લાઈનો)
જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.
જુદી જીંદગી છે મીજાજે મીજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે;
જુદી જીંદગી છે મીજાજે મીજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે;
છે એક સમુંદર એટલે થયું શું, જુદા છે મુસાફીર જહાજે જહાજે;
છે જીવન જુદા છે કાયાયે જુદી, છે મૌત જુદા જનાજે જનાજે.
ગુજરાતી quotes
- માખી સારી પણ મરમરો ભુંડો.
- વહેમ નું કોઇ ઓસડ નથીં.
- દરવાજા ખુલ્લા ને ખાડે ડુચા.
- શેઠ ની સીખામણ જાપા સુધી.
- ગાંડી ડાયી ને સલાહ આપે છે.
- નો મામા કરતા કાણા મામા સારા.
- એક ઘા ને બે કટકા.
- માર તલવાર મોચી ના મોચી.
- ભુખ મા ગાજર પન સારુ લાગે.
- સીંહ ના ટોળા નો હોય.
ગુજરાતી quotes
—————————————-
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.
—————————————-
ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.
—————————————-
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.
—————————————-
સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.
—————————————-
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.
હજુયે યાદ છે
એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે
પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે
સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે
માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
-સુન્દરમ્
ફાગુનકે દિન ચાર, હોલી ખેલ મના રે…
ફાગુનકે દિન ચાર, હોલી ખેલ મના રે…
બિન કરતાલ પખાવજ બાજે,
અનહદકી ઝનકાર રે
બિન સૂર-રાગ છતીસોં ગાવૈ,
રોમ રોમ રંગ સાર રે
શીલ સંતોષકી કેસર ઘોલી,
પ્રેમ પ્રીત પિચકારી રે
ઉડત ગુલાલ લાલ ભયે બાદલ,
બરખત રંગ અપાર રે
ઘટકે સબ ઘટ ખોલ દિયે હૈં,
લોકલાજ સબ ડાલ રે
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમલ બલિહાર રે…
મીરાંબાઈ
લાજ ના ભાવથી નમી તે ગઝલ…
લાજ ના ભાવથી નમી તે ગઝલ,
જે પ્રથમ દ્રષ્ટેીએ ગમી તે ગઝલ…..
એતો છે ચીજ સર્વ મોસમની
નિટત્ય લાગે જે મોસમી તે ગઝલ…..
લીટી એકાદ સામ્ભળી ‘ખુશી’
હલબલી જાય આદમી તે ગઝલ……
કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત
કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત
તુ આવ દોસ્ત તારા સમ બહુ ઉદાસ છે રાત
કોઇ જતુ ય નથી ને કોઇ આવતું ય નથી
કોઇ છે એકલું ચોગમ બહુ ઉદાસ છે રાત
ચાલો કે ભરી એ પ્રતીક્ષા ના શ્વેત ફુલ થી
આ અંઘકારનું રેશમ બહુ ઉદાસ છે
રાત હરેક ફુલ કને જઇને હવાને પૂછ્યું કે
રડી છે કે શબનમ બહુ ઉદાસ છે રાત…
નજરે ચડી એક વાર અને પ્રેમ થઇ ગયો
સાજો હોવા છતાં હું બીમાર થઇ ગયો…….
જય જય ગરવી ગુજરાત
garavi gujarat
જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત,
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત-
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથે ને દ્રારકેશ એ, પશ્ર્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ,
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત
જમ ઘૂમે નર્મદા સાથ
જય જય ગરવી ગુજરાત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment